જૂની ભૈરવી પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ અને રમતોત્સવ ઉજવાયો.

 

જૂની ભૈરવી પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ અને રમતોત્સવ ઉજવાયો.

તારીખ : ૧૩-૦૧-૨ ૦૨૩નાં દિને જૂની ભૈરવી પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ અને રમતોત્સવ ઉજવાયો હતો. 

જેમાં શાળાના બાળકો ઘરેથી દોરો અને ફિરકી સાથે લઈને આવ્યા હતા. શાળા તરફથી બાળકોને લાડુ દ્વારા મોં મીઠુ કરવામાં આવ્યું હતું. બાળકોએ હર્ષલ્લાસપૂર્વક પતંગ મહોત્સવની મઝા માણી હતી.

ત્યારબાદ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી રમતો જેવી કે, લીંબુ ચમચી, સિક્કા શોધ, કોથળા કૂદ, બટાટા રિલે, સંગીત ખુરશી, ગાળિયા પસાર, દેડકાં કૂદ, મટકી ફોડ જેવી રમતોનો સમાવેશ થાય છે. રમતોત્સવ આયોજન પાછળ શાળાનો હેતુ બાળકોમાં સંઘ ભાવના વિકસે, બાળકો શારીરિક રીતે મજબૂત બને, બાળકોમાં ખેલદિલી વિકસે, જેવા ફાયદાઓનો સમાવેશ થાય છે.

આ આયોજનથી બાળકો, વાલીઓ અને ગ્રામજનોમાં ખુશાલી વ્યાપી હતી.



















Post a Comment

Previous Post Next Post