જૂની ભૈરવી શાળામાં વનભોજન કાર્યક્રમ યોજાયો.

 

તારીખ :૩૧-૦૧-૨૦૨૩નાં દિને જૂની ભૈરવી શાળામાં વનભોજન કાર્યક્રમ યોજાયો હતો.
વનભોજનના હેતુઓ : 
  • બાળકોમાં સહકાર અને સમુહભાવના વધે.
  • પ્રકૃતિનો આનંદ માણે.
  • બાળકો રસોઈ બનાવવા માટે જરૂરી માલસામાનની પરિચિત થાય.
  • અન્નનો બગાડ અટકાવવાનું મહત્વ સમજે.
             આ કાર્યક્રમમાં એસ.એમ.સી.નાં અધ્યક્ષ અને સભ્યો, ગામનાં સરપંચશ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ સરપંચશ્રી દિનેશભાઈ પટેલ,ગામનાં આગેવાન શ્રી વિજયભાઈ પટેલ, શામળા ફળિયા સી.આર સી. કો ઓર્ડીનેટર શ્રી મહેશભાઈ કુંડેરા, નવી ભૈરવીના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ તથા ગામના આગેવાનો હાજર રહ્યાં હતાં. ગામના યુવાન શ્રી હિતેશભાઈ પટેલ દ્વારા ખમણ તથા જલેબી અને શ્રી વિજયભાઈ પટેલ દ્વારા આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રામજનોના સહકારથી રસોઈ બનાવવામાં આવી હતી.










Post a Comment

Previous Post Next Post