તારીખ:26 -01-2023ના દિને જુની ભૈરવી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં ગામની વધુ ભણેલી વિદ્યાર્થિની મિત્તલબેન પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેમાં ધોરણ એક થી પાંચનાં નાના ભૂલકાંઓ દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વના દિવસે ગામના સરપંચશ્રી, એસએમસીના સભ્યો, ગ્રામજનો અને વાલીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વધુ ભણેલી દીકરીને સન્માન પત્ર અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યું. આચાર્ય શ્રીમતી સવિતાબેન તરફથી નાની બાળકીને પ્રશિસ્તપત્ર આપવામાં આવ્યું. બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમને પ્રોત્સાહન રૂપે ગ્રામજનો તરફથી 12,555 રૂપિયા રોકડા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતાં. જે બદલ શાળા પરિવાર ગ્રામજનોનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
Post a Comment