તારીખ 13/6/23 ના દિવસે જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. જેમાં ગામના સરપંચ શ્રી હસમુખભાઈ પટેલ, SMC સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, SMC સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં બાલવાટીકામાં ચાર બાળકોનો પ્રવેશ અપાયો હતો. ગામના અગ્રણી શ્રી વિજયભાઈ પટેલ દ્વારા બાલ વાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. સેવા મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા શાળાના તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા તિથિભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર ધોરણ 3 થી 5 ના બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકો તથા CET પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવનાર ધોરણ 5 ના 8 બાળકોને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.
Post a Comment